Manubhai trivedi sarod gafil part 2



મનુભાઇ ત્રિવેદીનું ભજન વિશ્વ :-

   આપણી આધ્યાત્મિક કવિતાની ધારામાં કવિ સરોદનું પણ સ્થાન છે.ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને તેમણે કાવ્યરૂપ આપ્યું છે.તળપદી લઢણો અને પ્રાસાદિક ભાષામાં તેમણે પોતાના હૃદયને વ્યક્ત કર્યું છે. મધ્યકાળમાં સંતો-ભક્તો દ્વારા ભજનની એક સમૃદ્ધ પરંપરા આપણે ત્યાં શરૂ થયેલી, જે અર્વાચીન કાળ સુધી જીવંત રહી છે. એ પરંપરા જાળવીને અર્વાચીન કાળના કવિઓએ સુંદર ભજન પ્રકારની રચનાઓ આપી છે. કવિ સરોદ પણ એ કવિઓમાંના એક છે.
   મનુભાઈ ત્રિવેદીના ભજનવિશ્વમાં સદગુરુનો મહિમા દર્શાવતા ભજનો, નામ-સ્મરણનો મહિમા ગાતા ભજનો, શબદનો મહિમા,પ્રભુ પર અનન્ય શ્રદ્ધા-ભક્તિ, ભકત હૃદયની નમ્રતા, પ્રભુ પ્રાપ્તિની ઝંખના, પ્રભુના દર્શનની તાલાવેલી- આરત,પ્રભુની ઝાંખી પામતા ભક્ત હૃદયની મૂંઝવણ ભજનો અને આ મનખાવતાર મળ્યો છે તો તેને ધન્ય સાર્થક કરવાની શીખ આપતા ભજનો મળે છે.આપણી સંતવાણીમાં સદગુરુનો મહિમા દરેક સંત કવિઓએ ગાયો છે. માનવ જીવનનો અંતિમ ઉદ્દેશ્ય પરમાત્માની પ્રાપ્તિ રહ્યો છે. મોહ માયાના આવરણને હટાવી અજ્ઞાન અંધારું ટાળીને ઘટોઘટ રમતા રામ નિહાળવા માટે ગુરુ અનિવાર્ય છે.'
   'જ્ઞાન અને વાણીના અમૃત ખજાનાની ચાવી તો સદગુરુ ના હાથમાં છે. સદગુરૂની કૃપા વિના અંતરના તલભાર  તાળાને રજભર કૂંચીનો ભેદ કળાતો નથી અને ગરવા ગુરુ જ્યારે જ્ઞાન અને વાણીના તાળા ખોલી દે છે ત્યારે અંદર અજવાળું જ અજવાળું થઈ જાય છે.ગરવા ગુરુનો મહિમા ગાતા સરોદ કહે છે:
"અમને ગુરુ મળ્યા છે ગરવા,
 એના શબદ ગયા સોંસરવા,
 અમને ગુરુ મળ્યા છે ગરવા."

ભજનમાં જેમ ગુરુનો મહિમા ગવાય છે તેમ નામ-સ્મરણનો પણ અજબ મહિમા રહ્યો છે.શરીરમાં શબ્દ બ્રહ્મ વ્યાપ્ત હોવાથી આ શરીરરૂપી વાદ્ય માં તાર વિના વાગી રહે છે.આ શબદ અખંડ અને એકરૂપ બ્રહ્મ છે.એ જ સૌની અંદર અને બહાર નિરંતર વ્યાપ્ત છે. આ શબદ બ્રહ્મ ને લીધે જ અજ્ઞાન-અંધકારમાંથી પ્રકાશ મળે છે. ભ્રમણા છૂટે છે.ને જો તેની સમજ ન પડે તો શબદ બ્રહ્મનો ભ્રમ ઊભો થાય છે. આ શબદ બ્રહ્મનો મહિમા સરોદે પણ ગાયો છે:
"આપ કરી લે ઓળખાણ, 
એ સાચા શબદના પરમાણ, 
સાકર કહે નહિ, હું છું મીઠી,
 વીજ ન પૂછે,મુજને દીઠી,
મોત બતાવે ન યમની ચિઠ્ઠી
 પેખ્યામાં જ પિછાણ,
એ સાચા શબદના પરમાણ."
કવિની ઈશ્વરશ્રદ્ધા પણ કેવી અડગ છે !
"ખીલો મારો નહીં રે ખસી,
 મરમાળી માયા છોને હસે, 
ખીલો મારો નહીં રે ખસે."
તો ભક્ત હૃદયની નમ્રતા ' તમે રે સોનુ ને અમે રાખ ' માં જોવા મળે છે. પ્રભુની ઓળખ થાય કે ઝાંખી મળે પછી ભક્તને મૂંઝવણ પણ થવાની. આ તો અલખનો ધણી, ઍની આપણે તે શી સેવા કરવાના ?આપણી પહોંચ કેટલી ?આપણું ગજું કેટલું ?
હરિ આ શી અવસ્થા મોરી ! 
એક આંખથી આંસુ વહે, 
ઓર એક આંખ રહે કોરી, 
હરિ આ શી અવસ્થા મોરી !
 આ અવસ્થાને, આ પીડાને કોણ જાણી શકે ? તો કે..
"જનમ જનમની પીડા પરખે, 
સંત, સાધુ,ઓર સાંઈ  
મેરે ભાઈ રે 
પીડા પારખી નવ જાય રે હો જી !"
માનવ અવતાર મળ્યો છે તો એને ધન્ય કરી જવાની શીખ આપતા કવિ કહે છે: રૂડાં કંકુને કેસર ઘોળ્યા રે,મળી આ સોના વાટકડી, એને ધૂળ મહી  ધમરોળો રે, મળી આ સોના વાટકડી." ભક્તિ કરતાં-કરતાં ભક્ત એવી આધ્યાત્મ  અવસ્થાએ પહોંચી જાય છે,ત્યારે તેને અદ્ભુત અનુભવો થાય છે.તો ક્યારેક એ પ્રભુની ઝાંખી થતાં તેનો આનંદ તે ગાય ઉઠે છે. જેમકે...
" પ્રભુએ પાલખ  કરી છે મારા પંડમાં રે,
હું તો ઘેલો ઘૂમુ છું ઘમંડમાં રે,
પ્રભુએ પાલખ કરી છે મારા પંડમાં રે."
***.   ***.   ***
" મારા પંડે પૂરણએ  પિછાણીયા રે,
 લીધા બ્રહ્માંડના બજાણીયા રે,
 હું તો નીરખું છું નાથને ચોખંડમાં રે,
પ્રભુએ પાલખ કરી છે મારા પંડમાં રે "
     કવિને ભજનિકો સાથે કાયમનો નાતો રહેલો અને ભજનના આ બધા ઢાળ અને સૂર એમની અંતઃશ્રતિમાં ઓગળી ગયેલા અનુભવાય છે. ભાષા ભંડોળ પણ સમૃદ્ધ જણાય છે.શબ્દ માટે કવિને કશી ખાંખાખોળા કરવી પડતી નથી ને જ્યાં જેવો શોભે ને મર્મને પ્રગટ કરે એવો શબ્દ આપો આપ તેમને આવી મળે છે. રામરસ ને આરે જતા કવિને ભજન નો ભાર લાગવા માંડ્યો સુરતાને આરે કવિ કહે છે:
" ભાઈ,બહુ ગાયા ગા ગાણાં રે,
 શબદ અવ જીવી જાણાં રે."

English Edition :- 



Manubhai Trivedi's Bhajan World: -



 Poet Sarod also has a place in the stream of our spiritual poetry. He has given poetic form to high sentiments and ideals. He has expressed his heart in palpable accents and prasadic language.  We started a rich tradition of bhajans by saints and devotees in the Middle Ages, which has survived till modern times.  In keeping with this tradition, modern day poets have composed beautiful hymns.  The poet Sarod is also one of those poets.

 Manubhai Trivedi's hymns in the world of Bhajan showing the glory of Sadguru, hymns singing the glory of name-remembrance, glory of words, unique faith-devotion to God, humility of devotee's heart, longing for God's attainment, locked of God's vision -  If so, he gets bhajans teaching him to make it meaningful. In our Santvani, the glory of Sadguru is sung by every saint poet.  The ultimate goal of human life has been the attainment of God.  Guru is indispensable to remove the veil of Moh Maya and watch Ram playing Ghatoghat by avoiding ignorance and darkness. '

 The key to the nectar treasure of knowledge and speech is in the hands of Sadguru.  Without the grace of Sadguru, the talbhar lock of the distance cannot be distinguished from the rajbhar brush, and when the Garva Guru opens the lock of knowledge and speech, the light inside becomes enlightened. Singing the glory of Garva Guru, Sarod says:

 "We've got a guru.

 His words went to Sonsarva,

 We've got a guru. "



 Just as the glory of Guru is sung in the bhajan, the name-remembrance has also had a strange glory.  It is because of this word Brahman that light is obtained from ignorance-darkness.  The illusion is released. If one does not understand it, the illusion of the word Brahman arises.  This word is also sung in the glory of Brahman Sarode:

 "You get acquainted,

 The parameter of the true word,

 Don't say sugar, I'm sweet,

 Vij na pooche, mujne dithi,

 Death does not show the letter of Yama

 Pekhyama j pichhan,

 That's the true meaning of burning up of bad psychic imprints. "

 How steadfast is the poet's faith in God!

 "My nail is not moving, Ray.

 Marmali maya chone hase,

 My nails don't move. "

 So the humility of the devotee's heart is seen in 'Tame Re Sonu Ne Ame Rakh'.  The devotee may also be confused after getting a glimpse of the Lord's identity.  This is the lord of Alakh, what should we do for him? How much is our reach? How much is our bed?

 Hari aa shi avastha mori!

 Tears flow from one eye,

 Or one eye remains blank,

 Hari aa shi avastha mori!

 At this stage, who can know this pain?  So that ..

 "Janam janam pida parekh,

 Saint, monk, or sai

 My brother Ray

 Recognize the pain, go to nine!

 If a human incarnation is found, the poet who teaches it to be blessed says: Ruda kanku ne saffar gholya re, mali aa sona vatkadi re, ane dhool mahi dhamarolo re, mali aa sona vatkadi. "  Then he has wonderful experiences. So sometimes when he gets a glimpse of the Lord, his joy wakes up. Like ...

 "The Lord has made the scaffolding, Ray in my pand,

 I'm just crazy, Ray in arrogance,

 The Lord has made a scaffold for me. "

 ***.  ***.  ***

 "Mara pande purane pichaniya re,

 The acrobats of the universe,

 I just stare at Nath,

 The Lord has made the scaffolding in my pand "

 The poet feels that he has a lasting relationship with the bhajanists and all these melodies and melodies of the bhajan have melted into his inner being.  The language fund also seems to be rich.  The poet, who was approaching Ramras, began to feel the burden of bhajan.

 "Bhai, bahu gaya gana gana re,

 Let the word live. "

Post a Comment

0 Comments