નરસિંહ મહેતા - કવિ પરિચય

 

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય

કવિ પરિચય




નરસિંહ મહેતા

     ગુજરાતી ભાષાના આદ્યકવિ નરસિંહ મહેતા વિશ્વના સારસ્વત કવિઓમાં ગણના પામ્યા છે.નરસિંહની વાણી ઓજસ્વી ,દૈદિપ્યમાન અને ચિરંજીવ છે ઇ.સ.૧૪૧૪ થી ઇ.સ.૧૪૮૦ દરમ્યાન થઈ ગયેલા નરસિંહ મહેતાના જીવન વિશે અનેક ચમત્કારિક પ્રસંગો પ્રચલિત છે. જે ચમત્કારયુક્ત દંતકથાઓ જનસમાજમાં જાણીતી છે. તેમાં મુખ્યત્વે પાંચ પ્રસંગો છે. હાર,હુંડી,મામેરુ,વિવાહ અને શ્રાદ્ધ. નરસિંહ વિકટ સંજોગોમાંય ભક્તિ અને શ્રદ્ધામાંથી ચલિત થયા ન હતા.એટલે જ કલાપીએ નરસિંહ અને મીરાં સુંદર ભાષામાં અંજલિ આપતાં લખ્યું છે : હતો નરસિંહ હતી મીરાં, ખરા ઈલ્મી ખરા સૂરા “ શ્રી ઉમાશંકર જોશી વિશે લખ્યું છે કે“નરસિંહ ગુજરાતી ભાષાના આદિકવિ,ઇતિહાસ દૃષ્ટિએ જ નથી પણ નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ મુખ્ય અવાજ સાંપડે છે. કોઈ ભાષા જેને લીધે સાહિત્યની ભાષા બને-સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવા વીર્યવંત સર્જકનોએ અવાજ છે એ અર્થમાં નરસિંહ ગુજરાતીનો “આદિકવિ” જરૂર છે”. એક બીજા વિવેચક શ્રી જેઠાલાલ ત્રિવેદી નોંધ્યું છે કે “નરસિંહ મહેતા તળગુજરાતના શ્રેષ્ઠ આત્મલક્ષી કવિ છે અને રહેશે એમાં શંકાને સ્થાન નથી.એમની લળચળતી લટકદાર ઉર્મિભરી કવિતામાં ભક્ત,શૃંગાર અને સ્વપ્ન-દર્શનની ખુમારી નો ત્રિવેણી સંગમ થયેલો જોઈ શકાય છે”.

     શામળશાનો વિવાહ,હારમાળા,હુંડી,મામેરુ,શ્રાદ્ધ”અને”જારીના પદો”વગેરે એમની આત્મચિત્રાત્મક રચનાઓ છે.તો રાસસહસ્ત્રપદી”,”શૃગારમાળા”,”હિંડોળાનાં પદો,”વસંતનાં પદો,”કૃષ્ણજન્મ સમયનાપદો”, “બાળલીલાના પદો”,”ચાતુરીચોડસી”,”ચાતુરીછત્રિશ”,જ્ઞાન-વૈરાગ્યના પદો,”દાણલીલા”અને “સુદામા -ચરિત” એ એમની ઇતર કૃતિઓ છે. નરસિંહના કાવ્યસર્જનમાં મુખ્યત્વે પદોનો વિપુલ જથ્થો છે એમાં “શામળશાનો વિવાહ,શ્રાદ્ધ,”હુંડી”અનેમામેરૂ” જેવી પોતાના જીવનના જ પ્રસંગો આલેખતી અને તેમને જ આપતિકાળે ભગવાને કેવી રીતે મદદ કરી હતી તેની પ્રતીતિ કરાવતી આત્મચરિત્રાત્મકન કૃતિઓ છે.આત્મકથનાત્મક કાવ્યો રચવાની અને એ રીતે પોતાના જ કાવ્યમાં સ્વ-જીવન વિશે માહિતી આપવી જનાર તેઓ પહેલા ગુજરાતી કવિ છે. આ બધી કૃતિઓ વાસ્તવમાં પદો જ છે. આ ઉપરાંત “રાસસહસ્ત્ર -પદી” ”શૃગારમાળા”,વસંતનાં પદોચાતુરીઓ,દાણલીલા અને બાળલીલા જેવી શ્રીકૃષ્ણની રાધા અને ગોપીઓ સાથે ની વિવાહલીલાને વર્ણવતા અને શ્રીકૃષ્ણ મહિમા ગાતી કૃતિઓનો પણ એમાં સમાવેશ થાય છે.નરસિંહ પદો માટે સુવિખ્યાત છે. આ બધા પદોમાં નરસિંહ રાધાને,ગોપીના ભાવે શ્રીકૃષ્ણ પ્રભુને ઉત્કટતાથી આરાધે છે.વળી એમાં ગહનતત્વ દ્રષ્ટિનો પરિચય કરાવતા જ્ઞાન-વૈરાગ્યના પદો,એમના કાવ્યસર્જનનુ મહત્વનું અંગ છે. આ માંના ઘણા તો આજેય પ્રભાતિયાના નામે લોકહૃદયમાં ચિરંજીવ થયા છે. આ ઉપરાંત પદોમાં રચાયેલ  સુદામાચરિત્ર” જેવી કૃતિ જેમાં ઘણા વિવેચકોને ભવિષ્યના આખ્યાન સ્વરૂપના બીજ દેખાયા છે તે પણ નરસિંહને નામે જ જાણીતી છે. આપણે હવે જ્ઞાન-વૈરાગ્યના પદો, ભક્તિના પદો અને આત્મકથનાત્મક પદોના સંદર્ભે નરસિંહને વિસ્તારથી પામવાનો પ્રયત્ન કરીએ.

·       જ્ઞાન-વૈરાગ્યના પદો

     નરસિંહની કવિતાને પૂરી સમજવી હોય તો એમની એ પ્રવૃત્તિની પૃષ્ઠભૂમિમાં રહેલી એમની ભક્તિ ભાવનાને પ્રથમ સમજી લેવી જરૂરી છે.એમને મન ઈશ્વર કોઈ નિરાકાર તત્વ નથી પણ એમનો એ પ્રિયતમ-પ્રભુ છે. હર પળે ઈશ્વરનું સાનિધ્ય એ અનુભવતા હોય છે. ઈશ્વરને એ ગોપીભાવે ભજે છે, પણ પ્રેમ ભક્તિ ગાનાર નરસિંહ વેદાંત ગાવામાં પણ એટલા જ પાવરધા છે. ડો.સુરેશ દલાલે નોંધ્યું છે કે “નરસિંહની આ વિશિષ્ટતા છે આપણા મધ્યકાલીન કવિઓમાં અખો વેદાંતી હતો, વૈષ્ણવ અષ્ટ સખાની કેડીએ મસ્ત બની મહાલતો દયારામ રહ્યો પરમવૈષ્ણવ નરસિંહમાં રહેલા આ બંને અંશો જાણે કે એની પછીની કવિતામાં અલગ-અલગ રૂપે અખા અને દયારામમાં પ્રગટ્યા.

     કૃષ્ણલીલા વિષયક પદોની સરખામણીમાં નરસિંહના ભક્તિબોધના અને જ્ઞાન-વૈરાગ્યના પદો સંખ્યામા ઓછા છે તેમ છતાં આ પદોએ જે  લોકહૃદયમાં ચિરંજીવ સ્થાન લીધું છે તેમાં આ પદો ગુજરાતી ભક્તિ કવિતાનો અમર વારસો છે.તેમના આવા પદોમાના કેટલાકમાં સદાચારનો બોધ છે,કેટલાકમાં પ્રભુભક્તિ અને પ્રભુ પ્રત્યેના પ્રેમમાંથી ઉદભવતી મસ્તી અને તન્મયતા છે.તો કેટલાકમાં જ્ઞાન-વૈરાગ્યનુ અને અદ્વૈત વેદાંત નું નિરૂપણ છે. નરસિંહની કવિતાનુ ચિરંજીવ શૃંગ તે તેમના પ્રભાતિયા છે આ પ્રભાતિયા મુખ્યત્વે ઝૂલણા છંદમાં લખાયેલા છે ને એમાં એમના ચિંતન અને તત્વદર્શનનો નિચોડ જોવા મળે છે તેમના આ પ્રકારના પદો તેમની પાછલી વયનું સર્જન હોવાનું મનાય છે. નરસિંહ તત્વદ્રષ્ટા પણ છે આત્મતત્વ ની ઓળખ વિના બધું નિરર્થક છે એમ તેઓ માને છે તેઓ કહે છે :“જ્યાં લગી આત્માતત્વ ચીન્યો નહિ,  ત્યાં લગી સાધના સર્વ જૂઠી” તેમના અનેક પ્રભાતિયાંમા રજૂ થતું તત્વચિંતન તેમની ઠરેલ અને પરિપક્વ દ્રષ્ટિની પ્રતીતિ કરાવે છે. પરમતત્વનું સ્વરૂપ સમજાવતાં તેઓ ગાય છે :“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાસે” અણુએ અણુમા વ્યાપ્ત નિરાકાર ઈશ્વરરૂપને સમજાવતા તેમની વાણી સરળ છતાં ગંભીર ઘોષા બની રહે છે. અને સુક્ષ્મમા સુક્ષ્મભાવોને પણ તે અનોખી રીતે શબ્દસ્થ કરી લે છે.બે સબળ  ઉદાહરણ જોઈએ.

 

                         ***   ***   ***   ***   ***

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હુ તે જ હુ શબ્દ ભાસે,

જાગીને જોઉં તો જગત દીસે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે.

ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે

      નરસિંહના આવા પ્રભાતિયાંમા આપણને વેદ,ઉપનિષદની વાણીનો રણકાર સંભળાય છે.તેમણે ગહનમા ગહન તત્વજ્ઞાનને પણ સહજતાથી રજૂ કરી દીધુ છે. એટલું જ નહીં તેમનું આ તત્વચિંતન શુષ્ક ન રહેતા કાવ્ય રંગે રંગાઇ આવ્યુ છે. ડો. ધીરુભાઈ ઠાકર લખે છે : “પ્રભાતિયામા તેણે ભક્તિ અને તત્વજ્ઞાનને એક રસ કરીને ગતિશીલ ભાવ-પ્રતીકોમાં પ્રગટ કરી બતાવ્યા છે. તે તેની  ભક્તિ કાવ્યના કવિ તરીકેની શ્રેષ્ઠ સિદ્ધિ છે.” નરસિંહ જ્ઞાની છે એ સાચું પણ તેમની સાચી શ્રદ્ધા તો પણ ભક્તિમાં જ પ્રગટે છે.આ પ્રેમ લક્ષણાભક્તિના ઉદગાતા જ્ઞાન કરતા ભક્તિને અને તત્વ કરતા પ્રેમને જ વધારે મહત્વ આપે .છે તે સ્પષ્ટ કહે છે.: “પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે” નરસિંહના જ્ઞાન-વૈરાગ્યના પદોએ ગુજરાતી તાત્વિક કવિતાનું સાચું ઘરેણું છે એમાં કોઈ શંકા નથી.

·        ભક્તિના પદો

     નરસિંહ તેમના કેટલાક પદો,પ્રભાતિયાંમા ભક્તિનો મહિમા ગાયો છે.” ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મ લોકમાં નાહીં રે” એવું કહેનાર નરસિંહ મોક્ષ કે વૈકુંઠવાસ કરતાય પ્રભુ-ભક્તિની ઉજળી તક આપતુ આ જીવન(મનુષ્યજીવન) ઇષ્ટા છે.” હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ  અવતાર રે” નરસિંહના કેટલાક પ્રભાતિયા જીવનને પ્રેરક-સદબોધ આપી જાય છે.

જે ગમે જગત ગુરૂદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો

હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે

.”સુખ દુઃખ મનમાં ન આણીએ રે, ઘટ સાથે રે ઘડિયાં.

રાત રહે જહાંરે પાછલી ખટઘડી સાધુ પુરુષને સૂઇ ન રહેવું.

 જેવી પંક્તિવાળા પ્રભાતિયા ગુજરાતી જનતાને કંઠે આજ લગી જળવાયા છે. એ તેમની લોકપ્રિયતાનો બોલતો પુરાવો છે. નરસિંહના આવા પદોમાં તેમના વેદાંતજ્ઞાન સાથે આત્માનુભૂતિનો રણકાર પણ સંભળાય છે. તત્વજ્ઞાન અને કવિતાનો વિરલ સહિયોગ બતાવતા આવા કાવ્યો નરસિંહની જ નહીં સમગ્ર ગુજરાતી કાવ્ય-સાહિત્યની મોટી સિદ્ધિ છે. નરસિંહે વ્રજભાષામાં પદોની રચના કરી હોય એમ જાહેર કરતા એમના એવા પદો પણ મળ્યા છે.

·       સારાંશ

 નરસિંહની કવિપ્રતિભાએ પદોમા વિશિષ્ટ પ્રકાર્ની સિદ્ધિ દાખવી છે એ પદો ભક્તિ અને જ્ઞાન-વૈરાગી બંને એક સરખા કૌશલથી રજુ કરી શક્યા છે. નરસિંહના વૈરાગ્યના પ્રભાતિયાંમા  શંકરાચાર્યના શુદ્ધાદૈતતત્વનુ આલેખન છે.નરસિંહ  પર કવિ જયદેવ અને નામદેવના પદો ની અસર છે.એ જોનારને તરત જણાઈ આવે છે.નરસિંહનું સર્જન વિપુલ છે.જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણેયનુ વૈવિધ્ય પણ એમનામાં છે. કવિને હોવી જોઈએ એવી શબ્દની નાદશક્તિનો એમને પૂરેપૂરો પરિચય છે.કાવ્યમાં વાતાવરણ જમાવવાની વિવિધ રીતિઓ પણ તેઓ જાણે છે.નરસિંહની કાવ્યવાણીએ ગુજરાતી ભાષાને સ્વત્વ આપ્યુ. ગુજરાતી ભાષાનુ સામર્થ્ય પ્રગટ કર્યું. કેટલાક ચોક્કસ પ્રકારના વિશેષ તારણો આપણે આ આદ્યકવિ વિશે આ રીતે કાઢી શકીએ.

·         નરસિંહ મુખ્યત્વે ભક્ત છે તેઓ એક અનન્ય ભક્ત હોવા ઉપરાંત પ્રતિભાશાળી કવિ પણ છે.

·         નરસિંહ પ્રેમલક્ષણાભક્તિના ગાયક જ નથી તત્વદ્રષ્ટા પણ છે.આથી  પ્રેમલક્ષણાભક્તિ કવિતાની એક-એકથી ચઢિયાતી સોળો ઉડાડવા ઉપરાંત ભક્તિબોધ અને વૈરાગ્યની કેટલીક ચિરંજીવ કવિતા એમના હાથે રચાય છે.

·         નરસિંહની કવિતામાં ભાગવત,વેદાંત અને ઉપનિષદની વાણીનો પડઘા સંભળાય છે. પદોના સર્વોચ ગિરિશૃગ સમાન પ્રભાતિયા એમનું ગુજરાતી કવિતા સાહિત્યને અનોખું અર્પણ છે.

·         ગહન તત્વદર્શનને પણ સરળતાથી અને સહજતાથી કાવ્યોમાં વણી લેવાનુ અસાધારણ કૌશલ્ય નરસિંહમાં છે. બળવંતરાય ઠાકોર કહે છે તેમ “નરસિંહના કેટલાક કાવ્યો ત્રીજા નેત્રની પ્રસાદી છે.

·         નરસિંહની કેટલીક પ્રસંગાત્મક કૃતિઓમાં આખ્યાન સ્વરૂપનું આદ્યરૂપ જોઈ શકાય છે.આથી મધ્યકાલીન સાહિત્યમાં આખ્યાન પ્રકારનું બીજારોપણ કરનાર તરીકેનુ માંન નરસિંહને મળે છે.

·         સમર્થ કલ્પનાબળ,અજબ ભાષા પ્રભુત્વ,વાણીની રસભરી છટા,સ્વાભાવિક,સહજ,રસિકતા,સુક્ષ્મ નિરીક્ષણ પદ્ધતિ,ચિત્ર કૌશલ અને રાગ વૈવિધ્યએ નરસિંહનિ  કવિતાના  વિશિષ્ટ લક્ષણો છે.

·         નરસિંહ પાસે સમૃદ્ધ કલ્પનાશક્તિ અને અસાધારણ ભાષા સામર્થ્ય છે.

·         નરસિંહ  કવિતામાં સંખ્યાબદ્ધ  કલ્પનાચિત્રો  આલેખે છે.

જળકતા જાંજરને સણગઢળો વાળની શ્યામા

મરકલરે  નાથા  ને નીહાળ્તી નારી.

        જેવી પંક્તિઓમાં ઝીલતા શબ્દ-ચિત્રો નરસિંહની કલ્પનાશક્તિ અને ભાષા સિદ્ધિની પ્રતીતિ કરાવે છે.

     નરસિંહના પદો વર્ષો સુધી કંઠોપકંઠ ગવાતા આવ્યા હોય એ પદોની ભાષા પણ પરિવર્તન પામતી અર્વાચીન બની ગઈ છે. તેમ છતાં પોતાની હ્રદ્યઊર્મિઓને ગહન તત્વદર્શનને સાકાર  કરવામાં તેમણે ભાષાને સારી પેઠે લેખે લગાડી છે. શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક લખે છે તેમ “નરસિંહની ભાષાશૈલી સરળ છતા પ્રૌઢ ,મધુર છતાં અર્થ ગંભીર છે.તેનામાં સનાતન સત્યને સરળતાથી રજૂ કરવાની શક્તિ છે.” અપભ્રંશકાળમાથી ગુજરાતી કવિતાનો નવો યુગ બેસતો હતો તે કાળે તેણે સ્વ-પ્રતિભાથી કાવ્યક્ષેત્રે જે પગલીઓ પાડી એથી ગુર્જરવાણી ઉજ્જવળ બની. એની કવિતાનું મૂલ્યાંકન કરતા એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સમગ્ર દેશમાં વૈષ્ણવભક્તિનુ આંદોલન પ્રસરેલુ હતુ.એનુ એક દર્શન નરસિંહની કવિતામાં થાય છે. અનુભૂતિના ઉડાંણને લીધે હૃદયમાથી વહેતી વાણી અનાયાસવાળી અને તેથી સજીવ લાગે છે. એ જ એની કવિતાનો ચિરંજીવ અંશ બને છે. એની અનુભૂતિની ભોય મૂળથી ઉર્મિરસિક છે. દયારામ પણ નરસિંહ  વગર કલ્પી શકાય તેમ નથી.એવી વ્યાપક અને ઉડી અસર છે. કવિ મનસુખલાલ ઝવેરીએ નરસિંહને એના સર્જનના સારરૂપે મુખ્ય મુખ્ય ભાવોને એ ના જ શબ્દો દ્વારા એનો જ પ્રિય ઝૂલણા છંદ દ્વારા જે અંજલિ આપી છે તેમાં આપણો પણ સૂર પુરાવીને વિરમ્યે.

 

જીવનને કવનના પરમ અદ્વેતને સાધતી પ્યાલી તે અજબ પીધી,

ધન્ય રે ધન્ય નરસિંહ નર ! ધન્ય તે ધન્ય ગુજરાતની ભોમ કીધી.

         સમયની દ્રષ્ટિએ ભલે ન હોય,પણ નરસિંહ  કેટલી બધી રીતે આપણી ભાષાના આદિકવિ  બની રહ્યો છે.



English Edition ::-


Medieval Gujarati literature

Introduction to the poet

Narasimha Mehta

     Proto Gujarati language poet poets Saraswat Narasimha Mehta's calculation was that. Narasimha voice forceful imposing and Chiranjeevi year .1414 was the year .1480 that has been prevalent in many miraculous events about Narasimha Mehta life . The miracle -containing implant is known janasamajamam stories . It is mainly in five occasions . Yes Su bill mameru marriages and memorial. Narasimha did not deviate from devotion and faith in difficult circumstances . So Kalapi the Narasimha and Meera wrote giving homage to the beautiful language : " The Narasimha was Meera Candid Ilmi true Surah " Mr. Uma Shankar Joshi has written about the " Narasimha Gujarati language Adikavi history is not only the view but also Narasimha in part in the sane first sampade the noise is . Narasimha Gujarati needs " Adikavi " in the sense that it is the voice of the creator of a language which makes the language of literature proud . A second critic Mr. Jethalal trive reported noted that " Narasimha Mehta storey in the best inductive poet and there is no doubt . It can be seen that the triune confluence of the intoxication of the devotee , the adornment and the dream-vision can be seen in his eloquent lyrical poem " .

     " Samalasano marriages range bill mameru memorial " and " issue positions " , " etc., of their self and painterly compositions . So " Rasasahastrapadi " " Shrugaramala " , " Hindola's posts , " Spring's posts , " Krishna's birth time posts " " Ballila 's posts " , " Chaturichodsi " , " Chaturichatrish ", " Gyan - Vairagya's posts , " Danlila " and " Sudama Charit " is one of his other works . Narasimha 's vyasarjanamam mainly padas is a tremendous amount of it " samalasano Marriage memorial , " bill" and mameru " in the V of his life alekhati the same events and the same apatikale Lord in how they were atmacaritratmakana third administering his conviction works is . He is the first Gujarati poet to compose autobiographical poems and thus to give information about self - life in his own poetry . This all works in reality as the two . The " Ras sahastrapadi " " srgaramala " vasantanam terms caturio danalila and balalila Mr. JV Krishna vivahalila in with Radha and the gopis were describing a who sings the glories of Krishna works , including some well-known for narasinha terms are . The non- religious terms Narasimha Radha said Gopi Mr. prices of Krishna worship the Lord, the intensity is Moreover, it introduces gahanatatva vision to impart knowledge attainments terms is celebrating kavyasarjana Nu important organ . The many in today's other prabhatiya were alone in the name of lokahrdayamam . The terms designed " Sudam of the character " a masterpiece of many more in the future ivecakone narrative form of Narasimha appeared the seed of it is known as today . Let us now try to get Narasimha out of the area in terms of terms of Gyan-Vairagya , terms of devotion and autobiographical terms .

·                        Gyan - Vairagya na pado

     If Narasimha's poetry is to be fully understood, it is necessary to first understand his devotional spirit in the background of his activity . In his mind, God is not a formless element, but he is the Beloved Lord. The presence of God is felt at every moment . God is Gopi worship prices but also the love song of worship and also holds masters repeated Narasimha Vedanta . Dosuresa Dalal noted that " Narasimha of this and isistata our medieval poets in akho the Vedantic Vaishnava astasakha become kDa Mast of Mahall I'm paramavaisnava Narasimha Dayaram excerpt of the two knows that his next poem Akha as separate and Lit up in Dayaram . 

     Krishna Leela demographic terms of the number of Narasimha bhaktibodhana and knowledge-detachment terms compared to the low in spite of the padoe which took place lokahrdayamam alone in devotional poetry in these terms is the immortal legacy . His health posts in some of the virtue of teaching some feality and the Lord shall Jena stemming from the love of fun and is deeply .Then some knowledge-mortification root depiction of and Advaita Vedanta . Narasimha kavitanu alone horn, it is their prabhatiya the prabhatiya jhulana chandamam is mainly written by some of his thinking and the element is found eduction appeared to them of the terms of their previous age is believed to be the creation of . Narasimha tatvadrasta even without the identity of the true self, everything is in vain that they believe, they say : " So long as the soul element is not cinyo there were all false Silence " his many prabhatiyamma not presented his philosophy proved L' make mature conviction and vision . The ultimate form of the element explaining he sings : " All the universe thou Shri Hari jujave illusion of infinity " anue anuma rife theomomorphic formless yet simple in his speech explained the serious ghosa State . And it also articulates subtle subtle prices in a unique way. Let's look at two strong examples .

 

              ***    *** *** *** ***

Nirakhane who had pinned the air , it is I , it is I write a part of ,

If I wake up and see, the world will not give up .

Chitta chaitanya vilas tadrup hai brahm latka kare brahm paase

     Narasimha such prabhatiyam us in the Vedas the Upanishads of such bags have heard a clang. The depth of the depth and then press vajnanane also commonly represented is . Not only was the element of contemplation, shaded living in the dry dyed Poetry has. Dr. Dhirubhai Thacker writes : “In Prabhatiya, he has shown devotion and philosophy by combining them into dynamic price-symbols . It is his best achievement as a poet of devotional poetry . " Narasimha wise is true even if their true faith is seen in the worship .The love laksanabhaktina udaga India offers much more than the worship of love and wisdom element . It clearly says . " Taste of love hooks to get you to feel miserable Peacock picchadhara element tumpanum " Narasimha knowledge attainments padoe no doubt true poetry in the abstraction ornament .

·Terms of devotion

    Narasimha has sung the glory of devotion in some of his verses Prabhatiya . " Surface block brahma not his big serve padaratha ray " that tellers Narasimha liberation or Vaikuntha resides because the Lord - shouted worship brighter till the life ( human ) is ista. " If Hari's people do not want liberation , they want Janmojanma Avtar Re ” Narasimha's Prabhati or life is given a persuasive understanding .

Whatever the world, Gurudev Jagdish should be really fucked. "

I am I the same ignorance Q tane dogs like cut weight "

. " Happiness does not mind suffering anie Ray clocks Ray with a deficit . 

Stay the night where the monk does not sleep . 

Row-like and ala prabhatiya voice in public is upheld until today . It is a testament to their popularity . In such verses of Narasimha , the clang of self-realization is also heard along with his Vedanta knowledge . Philosophy and poetry Rare Number of showing hiyoga poetry narasi not nhani in the whole poetic fiction is a major achievement of the . Narasimha designed vrajabhasamam terms that the public makes them an even met such terms are.

·                        Summary

Narasimha's poetic genius has shown a special kind of achievement in the verses that both Bhakti and Gyan - Vairagi have been able to present with the same skill . Narsingh of detachment prabhatiyam in Shankara suddhadaitatatvanu drawing narasinha poet Jayadeva and the impact of Namdeo terms are. It is immediately known to the viewer. Narasimha 's creation is abundant . Gyan Bhakti and Vairagya are also variations of the three . I am fully acquainted with the sound power of the word that a poet should have . Different practices to deploy atmospheric poetry, but he knows narasinhani poetic voice of the Maori language is self- given skin. Demonstrated the power of Gujarati language . In this way we can draw some special conclusions about this primitive poet .

· Narasimha mainly devotee is in addition they have an ardent devotee talented poet but also is.

· Narasimha premalaksanabhakti the singer of Do not tatvadrasta even Hence premalaksanabhakti superior one-on-one solo poetry to fly apart bhaktibodha and and some poetry alone airagyani that forms handed forbidden .

· Echoes of Bhagwat Vedanta and Upanishads are heard in Narasimha's poetry . Terms supreme girisrga similar prabhatiya His unique sacrifice in rhyme literature .

· Intensive tatvadarsana to easily particular songs and smoothly incorporate exceptional skill Narasimha in . Balwantray Thakor says it has " Narasimha is the third eye Prasadi some poetry . 

· Narasimha prasangatmaka some form of narrative works of the pioneers can be seen as Thus, the medieval narrative literature tarikenu kind of seed in the Narasimha found .

· Able kalpanabala Weird dominant language speech and raspberry tones natural spontaneous exhilaration microscopic observation method a picture of the skills and chord variations of narasinhani poetry and exclusive features .

· Narasimha has rich kalpa nashakti and extraordinary language ability.

· Narasimha poetry numerous fantasy graphs .

Jalakata janjarane sanagadhalo hair brunette

Merkel is a woman who loves Natha .   

        Like stanzas sent word - pictures of a male lion, imagination and language achievement is made of conviction .

    Narasimha 's verses have been sung for years , but the language of the verses has also become new. Even though his hradyaurmione profound realization tatvadarsanane to in his well-language article is fabricated . Mr. Ram Narayan Vishwanath reader writes as " Narasimha pariance simple yet full-grown though the meaning is severely sweetened its eternal truth is the power to be produced easily . " Apabhransakalama was new in poetry era right time, he was self - genius Poetry sector would pagalio which tre gurjaravani become so rosy. Annie Poetry keep in mind that the evaluation of the EA vaisnavabhaktinu across the country to protest widespread hatuenu is a philosophy Narasimha poem . The voice that flows from the heart due to the flight of realization feels spontaneous and therefore alive . It is his poetry alone digits becomes . Annie realization of bhoya urmirasika roots are. Even Dayaram cannot be imagined without Narasimha . It has such a wide and flying effect . The poet 's mind each red jeweler 's what Serge Narasimha targets agreed prices, the main synoptic Choose by jhulana his favorite verses by the words of the tributes which we turn in the tone Huawei upgraded the senior mye.

 

Advaita is the ultimate life kavanana via teacup It Weird drank ,

Dhanya Re Dhanya Narasimha Nar ! Blessed is the land of blessed Gujarat .

        It does not matter in terms of duration but also Narasimha how all of our language , etc. The VS has become .


Post a Comment

0 Comments