Manubhai trivedi sarod gafil part 1


મનુભાઇ ત્રિવેદી - સરોદ - ગાફિલ
   મનુભાઇ ત્રિવેદી ' સરોદ ' નાં ભજનોનાં પરિચયથી એક સત્ય એ સમજાયું કે ભક્તિ કવિતાએ મઘ્યકાલીન યુગનો જ વિષય નથી. અવૉચીન યુગમાં પણ સૃષ્ટિનાં સર્જનહારની અકળ લીલાનો પાર પામવા મથતી માનવબુદ્ધી અહોભાવથી ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે,એને નમે છે.અર્વાચીન કવિતામાં પણ ભક્તિભાવનું પ્રાગટય જોવા મળે છે.
   કવિ તરીકે મનુભાઇ ત્રિવેદીના નામથી ગુજરાતી કવિતાનો વાચક વર્ગ જેટલો અજાણ્યો છે તેટલો ' સરોદ ' કે ' ગાફિલ 'નાં નામથી અજાણ્યો નથી.ગુજરાતી સાહિત્યમાં' સરોદ 'નાં ઉપનામથી આધ્યાત્મભાવની મરમી કવિતા ગાનાર અને ગાફિલના ઉપનામથી ભક્તિભાવનની ગઝલો રચનાર મનુભાઇ ત્રિવેદીનો જન્મ આજથી ૧૦૬ વર્ષ પૂર્વે ૨૭ જુલાઈ ઇ. સ. ૧૯૧૪ નાં રોજ માણાવદરમાં થયેલો.પ્રારંભ કાળની રચનાઓમાં તેમનું તખલ્લુસ ગાફિલ માણાવદરી રહ્યું છે.તેમના પિતા ત્રિભુવનદાસ મૂળશંકર ત્રિવેદી માણાવદર રાજ્યના દિવાન બહાદુર તરીકે જાણીતા હતા.મનુભાઈ તે સમયના દેશી રજવાડાં બીલખા,ધાંગધ્રા, ધ્રોળના રાજવીઓ સાથે ટેનિસ રમતા તેમજ હોકી અને ક્રિકેટ રમવાના પણ શોખીન હતા.પ્રાથમિક શિક્ષણ માણાવદરમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પ્રાપ્ત કરેલું. કોલેજ શિક્ષણ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અને અમદાવાદની લો કોલેજમાં કાયદાનો અભ્યાસ કરેલો.ઇ. સ.૧૯૩૬ માં કાયદાના સ્નાતક થઈ થોડો સમય વકીલાતનો વ્યવસાય કર્યો પછી બીલખા રાજ્યમાં ન્યાયધીશ તરીકે સેવા સ્વીકારલી.સૌરાષ્ટ્રના જૂનાગઢ,સુરેન્દ્રનગર,ભાવનગર તથા સુરત અને નડીયાદમાં સિવિલ જજ તરીકે સેવાઓ આપેલી.નિવૃત્તિના છેલ્લા ત્રણ-ચાર માસ બાકી હતા ત્યારે બઢતથી અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટમાં જજ તરીકે તેમની નિમણૂક થયેલી. તે જ સમયે અમદાવાદમાં લાયન્સ ક્લબના ઉપક્રમે ૮મી એપ્રિલ ઇ. સ.૧૯૭૨માં એક મુશાયરાનું આયોજન થયેલુ.તેમાં ભાગ લેવા સૈફ પાલનપુરી,અમૃત ઘાયલ વગેરે આવેલા. મુશાયરાના દિવસે સવારમાં તેઓ મનુભાઈને મળવા આવેલા અને તેમને મુશાયરામાં આવવાનું નિમંત્રણ આપી ગયેલા. મનુભાઈ મુશાયરામાં ગયેલા તો શ્રોતા તરીકે પરંતુ મુશાયરાનું સંચાલન કરતાં સૈફ પાલનપુરીએ મનુભાઇને એક ગઝલ રજુ કરવા વિનંતી કરી. મનુભાઈએ મિત્રોની વિનંતીને માન આપી મંચ પર આવ્યા અને પોતાના નિર્મળ અને ભીતર સુધી ઉતરી જતા અવાજમાં પોતાની બહુ જાણીતી ગઝલ 'જુદી જિંદગી છે' રજુ કરેલી.
જુદી જિંદગી છે મિેજાજે મિજાજે,
જુદી બંદગી છે નમાજે નમાજે,છે
 એક જ સમંદર,થયું એટલે શું ?
જુદાં છે મુસાફર જહાજે જહાજે.
ગઝલના અંતિમ શેરમાં કવિ કહે છે:
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.
તેમણે પુરા ભાવાવેશમાં ગઝલ રજૂ કરી, વાહ.....વાહ..... અને તાળીઓના ગડગડાટથી દાદ મળી ગઝલ પૂરી કરીને મનુભાઈ મગનભાઈ પાસે આવીને બેઠા
 "છે મૃત્યુંય જુદા જનાજે જનાજે."
આ પંક્તિઓ જાણે હજુય પડઘાઇ રહી હતી, દસેક મિનિટ થઇ હશે ત્યાં,મૃત્યુનો દૂત આવ્યો એણે મનુભાઈને આંખમાં વસાવી લીધા, વિનંતી સાથે કહ્યું હશે "સ્વર્ગલોકમાં એક મુશાયરો યોજેલ છે, આપ તેમાં ભાગ લેવા પધારશો ? આપની ગઝલો સ્વર્ગની પ્રજાને સાંભળવી છે, આવશો ?" અને મનુભાઈ એ સ્મિત સાથે સૌમ્ય અવાજે કહ્યું હશે "ચાલો આવું છું" અને તેઓ મૃત્યુલોકના મુશાયરામાં થી વિદાય લઈ સ્વર્ગલોકના મુશાયરામાં ગયા.મનુભાઈ એકાએક બેભાન થઈ ગયા તેમને વાડીલાલ સારાભાઇ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.૨૨ કલાકની બેભાન અવસ્થા બાદ ૯ એપ્રિલ ઇ.સ.૧૯૭૩ ના રોજ રાત્રે ૮ વાગ્યે અવસાન થયું.ત્યારે તેમની વય ૫૭ વર્ષની હતી.તેમના મૃત્યું અંગે અમૃત ઘાયલ શ્રદ્ધાંજલિ આપતા કહે છે:
"સદગત શ્રી મનુભાઇ ત્રિવેદી ' સરોદ ' એ એવા કવિ હતા કે જેવું એમનું કવન હતું, તેવું જ એમનું જીવન હતું. વિચાર એવી વાણી અને વાણી એવું વર્તન એ એમના જીવનનો આદર્શ હતો. અને જીવનની છેલ્લી ઘડી સુધી તેમણે તેનું પાલન કર્યું. તેમના અવસાનથી ગુજરાતે એક "ગરવો ભક્તકવિ" ગુમાવ્યું."
  ગુજરાતી સાહિત્યમાં આવી રીતે કોઈ કવિ ગઝલ કે કાવ્યનુ ગાન કરતા કરતા મંચ પર મૃત્યુંને ભેટ્યા હોય એવો આ બીજો બનાવ છે.આ પૂર્વે નર્મદાશંકર ત્રિભુવન પાઠક નામના ગઝલકાર ગઝલનું પઠન કરતાં કરતાં મંચ ઉપર જ મૃત્યું પામ્યા હતા.તેમજ પાણીપત ખાતે હરિયાણા ઉર્દુ સાહિત્ય અકાદમીએ મુશાયરો યોજેલો, તેમાં ભાગ લેવા પાકિસ્તાનથી આવેલ શાયર બટ મુશાયરાના મંચ પર જ મૃત્યુને ભેટ્યા હતા. મનુભાઈ પોતાની એક ગઝલમાં કહે છે:
"થયો છે વટ ગુમ,ગઝલમાં જ ગાફિલ,
 તરન્નુમ,તસવવુફ,તરાનાએ માર્યો."
મુશાયરામાં રજૂ કરેલી ગઝલ જાણે કશાં સંકેત રૂપ બની ગઈ. મૃત્યુંમાં જુ જુદાપણું આમ હાંસલ કરી જનાર આ કવિએ તેમના કવનમાં જે  જુદાપણું દાખવેલું તેનો પરિચય મેળવીએ.
   ત્રિવેદીએ કોલેજકાળથી કાવ્યો લખવાની શરૂઆત કરેલી. કવિ તરીકેની પોતાની કારકિર્દીનો પ્રારંભ એમણે છંદોબદ્ધ રચનાઓ ના સર્જનથી કર્યો હતો. તે સમયે ' કુમાર ' માં પ્રગટ થતી તે એમની રચનાઓ એ ઘણા કાવ્ય રસિકો નું ધ્યાન ખેંચેલું. એમની પ્રકૃતિ મૂળથી જ ધર્મ પરાયણ અને ઈશ્વર શ્રદ્ધાળુ એટલે ધીમે ધીમે તેઓ ભજન અને ગઝલ તરફ વળ્યા.મનુભાઈ ત્રિવેદી પાસેથી ઇ.સ ૧૯૫૬ માં ' રામરસ ' અને ઇ. સ. ૧૯૭૦ માં ' સુરતા' નામે બે ભજન સંગ્રહ મળે છે ઈ.સ.૧૯૭૩ માં ' બંદગી ' નામે ગઝલ સંગ્રહ મળે છે. ૨૦૦૪ માં જાણીતા વિદ્વાન અભ્યાસુ ચંદ્રકાન્ત ટોપીવાળાએ મનુભાઈના છંદોબદ્ધ કાવ્યો, ગીત-ભજનો,ગઝલો અને બાળકાવ્યોનું સંપાદન ' પવન પગથીયાં ' નામે કર્યું છે. ' સુરતા ' ૧૯૭૦ ના વર્ષનો "શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક" પ્રાપ્ત થયેલો.આ ઉપરાંત હજુ ઘણું કેટલુંક સાહિત્ય પ્રકાશિત રહ્યું છે.

આવતા અંકે

મનુભાઈનુ ભજન વિશ્વ
મનુભાઈનુ ગઝલ વિશ્વ



English Eedition:-



Manubhai Trivedi - Sarod - Ghafil

 One of the truths of Manubhai Trivedi's introduction to the hymns of 'Sarod' is that devotional poetry is not the only subject of the medieval age.  Even in the modern age, the human intellect, which seeks to transcend the incomprehensible green of the Creator of the universe, accepts the existence of God out of pride, and bows down to it. Devotionalism is also manifested in modern poetry.

 The readers of Gujarati poetry are not as unfamiliar with the name of Manubhai Trivedi as the poet is with the name of 'Sarod' or 'Ghafil'.  July e.  Q.  His father Tribhuvandas Moolshankar Trivedi was known as the Diwan Bahadur of the Manavadar kingdom.  Primary education in Manavadar and secondary education in Alfred High School, Rajkot.  College Education Studied law at Bahauddin College, Junagadh and Law College, Ahmedabad.  After graduating in law in 1915, he practiced law for a while and then accepted service as a judge in Bilkha state. He served as a civil judge in Junagadh, Surendranagar, Bhavnagar and Surat and Nadiad in Saurashtra. He was promoted to Ahmedabad Small Cause Court with three to four months left.  His appointment as a judge.  At the same time, on the initiative of Lions Club in Ahmedabad, on 9th April.  Saif Mushaira, Amrut Ghayal etc. came to take part in it.  On the morning of Mushaira, they came to meet Manubhai and invited him to come to Mushaira.  Manubhai went to Mushaira as a listener but Saif Palanpuri, who was managing Mushaira, requested Manubhai to present a ghazal.  Respecting the request of friends, Manubhai came on stage and performed his well-known ghazal 'Judi Zindagi Che' in his pure and deep voice.

 Judi jindagi che mijaje mijaje,

 There is a different bondage

 One ocean, what happened?

 The passenger ship is different.

 In the last stanza of the ghazal, the poet says:

 As life is different in body,

 There are different types of death.

 He performed the ghazal in full emotion, wow ..... wow ..... and with a roar of applause, he got the applause and came to Manubhai Maganbhai

 "Death is a different kind of death."

 As if these lines were still echoing, it must have been ten minutes there, the angel of death came, looked Manubhai in the eye, and said with a request, "There is a mushaira planned in heaven, will you come to take part in it? Your ghazals have been heard by the people of heaven, will you come?"  And Manubhai must have said in a gentle voice with a smile "Let's come" and he said goodbye to Mushaira of death and went to Mushaira of heaven. Manubhai suddenly fainted and he was taken to Vadilal Sarabhai hospital.  He died at 9 pm on Wednesday. He was 9 years old at the time. Amrut Ghayal pays homage to his death and says:

 "Sadagat Shri Manubhai Trivedi 'Sarod' was a poet whose life was the same as his poetry. Thought-like speech and speech-like behavior was the ideal of his life. And he followed it till the last moment of his life.  Lost a "proud devotee".

 This is the second time in Gujarati literature that a poet has met death on stage while singing a ghazal or a poem in this way. Earlier, a ghazal writer named Narmadashankar Tribhuvan Pathak died on stage while reciting ghazal.  , Shire Butt Mushaira, who came from Pakistan to take part in it, met his death on the stage.  Manubhai says in one of his ghazals:

 "Vat Gum Vat Gum, Ghazal Mein Gafil,

 Tarannum, Tasavvuf, Tarana killed. "

 The ghazal presented in Mushaira became a symbol.  Let us get acquainted with the difference that this poet, who has achieved such a difference in death, has shown in his poetry.

 Trivedi started writing poetry from college.  He began his career as a poet with the creation of rhyming compositions.  His compositions published in 'Kumar' at that time attracted the attention of many poetry lovers.  From the very beginning of his nature, he was devout and God-fearing, so gradually he turned to bhajans and ghazals.  Q.  In 190, two collections of hymns were found under the name 'Surata'. In 19 AD, a collection of ghazals was found under the name 'Bandagi'.  In 2008, well-known scholar and scholar Chandrakant Topiwala edited Manubhai's verse poems, songs, hymns, ghazals and children's poems under the name 'Pawan Pagathiyan'.  "Surat" received the "Shri Arvind Suvarnachandrak" of the year 190. Apart from this, a lot of literature is still being published.


In the next issue



 Manubhai's Bhajan World

 Manubhai's Ghazal World

Post a Comment

0 Comments