જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથ દ્વારા ગીર સોમનાથના રોજગારવાચ્છુ ઉમેદવારો પોતાની ઉત્તમ કારકિર્દીનું ઘડતર કરે તે માટે વિવિધ પ્રવૃતિ કરવામાં આવે છે.
ભારતીય સૈન્યની દર વર્ષે ભરતી રેલીનું આયોજન કરવામાં આવે છે. જેમાં *ગત વર્ષમાં* ગીર સોમનાથ જિલ્લા નો દેખાવ સારો રહ્યો છે તેમજ ભારતીય સૈન્યમાં જોડાવાનો ઉત્સાહ પણ ગીર સોમનાથ જિલ્લાના યુવાનોમાં જોતાં જિલ્લા રોજગાર કચેરી, ગીર સોમનાથ દ્વારા "ભારતીય સૈન્યમાં જોડાવા માટે કેવી રીતે શારીરિક તૈયારી કરવી..? તે" વિષય ઉપર તા.07/08/2020ના રોજ બપોરના 12:00 કલાકે *ગૂગલ મીટ એપ્લિકેશન* દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ ઓનલાઈન વેબીનારમાં જોડાવા માટે ઉપરોક્ત સમયે આપ મોબાઈલ અથવા કોમ્પ્યુટર દ્વારા google meet એપ્લિકેશન દ્વારા જોડાઈ લાભ મેળવી શકશો. અન્ય યુવાનોને પણ આ મેસેજ મોકલવો જેથી વધુમાં વધુ યુવાનો લાભ લઈ શકે.
ગૂગલ મીટ લીંક : https://meet.google.com/stv-zzzc-qiw
0 Comments
Thank you