CCC/CCC+ પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધી લંબાવવાનો નિર્ણય
-: *મુખ્યમંત્રીશ્રીનો કર્મયોગી કલ્યાણ અભિગમ*:-
*સરકારના અધિકારી/કર્મચારીઓને હાયર સ્કેલ-પ્રમોશન માટે
આવશ્યક CCC/CCC+ પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા
તા.૩૦-૧ર-ર૦ર૦ સુધી લંબાવાઇ*
*રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ સહિતના વિવિધ કર્મચારી મંડળો-એસોસિયેશનની રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીશ્રી*
*તા.૩૧-૧ર-ર૦ર૦ સુધીની મૂદત વધારાને પરિણામે નિવૃત્તિને આરે હોય તેવા કર્મયોગીઓને પણ પરીક્ષા પાસ કરવાની તક મળશે –ઉચ્ચત્તર પગાર ધોરણ અને સંલગ્ન પેન્શનમાં લાભ મળશે*
......
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના અધિકારીઓ-કર્મયોગીઓ માટે સંવેદનાસ્પર્શી અભિગમ દર્શાવતાં આવા કર્મયોગીઓને બઢતી-ઉચ્ચત્તર પગાર ધોરણ
માટે આવશ્યક CCC/CCC+ પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આ ફરજિયાત કોમ્પ્યુટર ટેસ્ટ ર૦૦૭ના વર્ષથી દાખલ કરવામાં આવેલી છે અને તે પાસ કરવાની હાલની સમયમર્યાદા ૩૦-૪-ર૦૧૬ હતી.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ અન્ય કર્મચારી મંડળોએ કરેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં તેમણે આ મૂદત લંબાવવાનો સંવેદનશીલતાભર્યો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના CCC અને CCC+ પરીક્ષા પાસ કરવાની મૂદત લંબાવવાના આ કર્મયોગી હિતકારી નિર્ણયને પરિણામે જે કર્મચારીઓ ૧૯૭પ થી ૧૯૮પ દરમ્યાન રાજ્ય સેવામાં ભરતી થયેલા છે અને હાલ નિવૃતિના આરે છે તેવા કર્મયોગીઓને ઉચ્ચત્તર પગાર ધોરણ તેમજ તેને સંલગ્ન પેન્શન લાભ પણ મળતા થશે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના કર્મયોગી-અધિકારીઓ માટે CCC/CCC+ પરીક્ષા પાસ કરવાની મૂદત તા. ૩૧-૧ર-ર૦ર૦ સુધી લંબાવવાના કરેલા આ કલ્યાણકારી નિર્ણયથી હજારો વિવિધ વિભાગો-સંવર્ગના અનેક કર્મયોગીઓ/અધિકારીઓને લાભ થશે.
વિશેષ માટે :- અહીં ક્લિક કરો

0 Comments
Thank you